દેશના 77 મા સ્વતંત્રતા પર્વની આર્યમ એજ્યુકેશનલ એકેડેમી દ્વારા હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સુરતના અલથાણ ગામના વતની આદરણીય વનીતાબેન ગેમલસિંહ સોલંકીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.મુખ્ય મહેમાનશ્રી દ્વારા સ્વતંત્રતા સેનાનીઓના સંઘર્ષ અને બલિદાનને નમન કરી વિદ્યાર્થીઓ સારું ભણી,સારા નાગરિક બની દેશ સેવામાં પોતાનું યોગદાન આપતા રહો એવી વાત સાથે શુભેચ્છાઓ આપી હતી.મહેમાનશ્રી વિરાજસિંહ સોલંકી, ધર્મેન્દ્રસિંહ સોલંકી,ટ્રસ્ટી પરેશભાઈ પટેલ,આચાર્યા બીન્ની મેડમ,શિલ્પાબેન સોલંકી,ભાવનાબેન પટેલ સહિત અન્ય મહેમાનો,વાલીશ્રીઓ,વિદ્યાર્થીઓ તેમજ આર્યમ શાળા પરિવાર ઉપસ્થિત રહી દેશના સહુથી મોટા પર્વની ઉજવણી કરી હતી.