વૃક્ષને નિહાળતા જ માનવીને પ્રેરણા આપતું અને વૃક્ષની મહત્તા દર્શાવતું એક સુંદર ભાવગીત સ્મરણ ચોક્કસ થાય જેની અહીં બે પંક્તિ લખવાનું મન થાય છે કે...
આ વૃક્ષ તણો સંદેશો
જીવનમાં ઉતારી લેજો !
ઝીલીને તાપ જગતના
છાંયો બીજાને દેજો !
નિજનું ના કોઈ પરાયું
શીતળ થઈ વૃક્ષ છવાયું !
મારુ તારું છોડીને
જગ બાગ સજાવી દેજો !.......