પુસ્તકો માનવીના સાચા મિત્રો છે. માનવીના જીવનમાં પુસ્તકોનું ખૂબજ મહત્વ છે.ત્યારે આર્યમ એજ્યુકેશનલ એકેડેમીમાં પુસ્તકાલયનો પ્રારંભ થયો છે.શાળાના ટ્રસ્ટીશ્રી પરેશભાઈ પટેલ,આચાર્યા બીન્ની મેડમ,કેમ્પસ ડિરેકટર જીતેનભાઈ અગ્રાવતની ઉપસ્થિતમાં ટ્રસ્ટી પરેશભાઈ પટેલના વરદ હસ્તે પુસ્તકાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું.પુસ્તકાલયમા બાળ વાર્તાઓ,અને મોટીવેશનલ સહિતના પુસ્તકો છે જ પરંતુ એમાં વધારો કરી આગામી દિવસોમાં સાહિત્યિક,વિજ્ઞાન, ગણિત,અને શાસ્ત્રોક્ત જ્ઞાન મળી રહે એવા પુસ્તકોથી પુસ્તકાલય વધુ સમૃદ્ધ બની રહે એવા પ્રયત્નો રહેશે.