गुरुब्रह्मा गुरुविर्ष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।
આર્યમ એજ્યુકેશનલ એકેડેમીના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના બાળકોએ ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી હતી.આજના પવિત્ર દિવસે બાળકોએ પોતાના શૈક્ષણિક ગુરુ એવા શિક્ષક મિત્રોનું પૂજન કર્યું હતું. શિક્ષકમિત્રો દ્વારા ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવી જીવનમાં ગુરુની અગત્યતા વિશે વિસ્તૃત સમજ આપી હતી.બાળકો દ્વારા ગુરુ ભજન,શ્લોક પઠન સાથે, વક્તવ્ય તેમજ વિવિધ વેશભૂષામાં આવી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી. આચાર્યા બીન્ની મેડમે ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આપ સૌને ગુરુપૂર્ણિમાના પાવનપર્વ ની હાર્દિક શુભેચ્છાઓ. મનુષ્યને અજ્ઞાનના અંધકારમાંથી બહાર લાવી જ્ઞાનના પ્રકાશની પ્રાપ્તિ કરાવનાર, જેમનું સ્મરણ કરવાથી મન શાંત અને આત્મા તૃપ્ત થયી જાય એવા પરમ પૂજ્ય ગુરુજનોને આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે કોટિ કોટિ વંદન…
*આપ સૌને ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ.*🙏🏻