આર્યમ એજ્યુકેશનલ એકેડેમીમાં ગુજરાતી માધ્યમમાં અલુણા વ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ 6 થી ધોરણ 12 સુધીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓએ સુંદર આકારો દોરી મહેંદી કળાના અદભૂત દર્શન કરાવ્યા હતા.