આર્યમ એજ્યુકેશનલ એકેડેમીમાં ગુજરાતી માધ્યમના બાળકો માટે ફ્રેશર્સ પાર્ટીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્સરી થી લઈને ધોરણ 12 સુધીના બાળકોએ સુંદર વસ્ત્રો પહેરી કેટ વોક કર્યું હતું. મિસ્ટર અને મિસ આર્યમ બનેલા વિજેતા વિધાર્થીઓને શાળાના આચાર્યા બીન્ની મેડમ સહિત શિક્ષક મિત્રોના હસ્તે સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે બાળકોએ વિવિધ ગીત અને ડાન્સ રજૂ કર્યા હતા.