આર્યમ એજ્યુકેશનલ એકેડેમીના ગુજરાતી માધ્યમના ધોરણ 6 થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ રાજસ્થાનનો પ્રવાસ કર્યો હતો.માઉન્ટ આબુમાં કુદરતી સૌંદર્ય અને મંદિરો સાથે ઐતિહાસિક દેલવાડાના દહેરાની અદભૂત શિલ્પ,સ્થાપત્ય કલાના દર્શન કરી બાળકો મંત્ર મુગ્ધ થયા હતા તો મહારાણા પ્રતાપના મેવાડ પ્રદેશમાં હલ્દી ઘાટી, ચિતોડગઢ,ઉદયપુર જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ કિલ્લાઓ પર પહોંચી બાળકોએ ઐતિહાસિક સમયનો સ્પર્શ કર્યો હોવાનો અહેસાસ કર્યો હતો.રાજસ્થાનના લોકજીવન,લોક સાહિત્ય અને કઠપૂતળી કલાને પ્રદશની દ્વારા જાણી અને માણી હતી.વિદ્યાર્થીઓએ પાંચ દિવસના રાજસ્થાન પ્રવાસનો ખૂબ આનંદ માણી યાદગાર પ્રવાસથી પરત ફર્યા હતા.