ગણેશજીની માટીની પ્રતિમાનું સ્થાપન
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥
આર્યમ એજ્યુકેશનલ એકેડેમીમા ખુબજ ભક્તિભાવ પૂર્ણ માહોલમાં ઢોલ નગરાના તાલે વાજતે-ગાજતે ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. "ગણપતિ બાપ્પા મોરિયા"ના નાદથી શાળા પરિસર ગુંજી ઉઠ્યું હતું.શાળાના પ્રારંભથીજ ગણેશજીની માટીની પ્રતિમાનું સ્થાપન કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવાનો નાનકડો પ્રયાસ પણ થાય છે ત્યારે આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશજીનું ભક્તિભાવ સાથે ઉમંગભેર સ્થાપન કરી દસ દિવસ સુધી બાળકો સાથે સમગ્ર શાળા પરિવાર ઉત્સવની ઉજવણી થકી ગણપતિ દાદાની ભક્તિ નો લ્હાવો લેશે.