નંદ ઘેર આનંદ ભયો
જય કનૈયા લાલ કી
આર્યમ એજ્યુકેશનલ એકેડેમી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમા ખૂબજ ઉત્સાહ,ઉમંગ અને ભક્તિભાવ પૂર્ણ માહોલમાં 'જન્માષ્ટમી' ની ઉજવણી કરવામાં આવી હતી.ટ્રસ્ટીશ્રી પરેશભાઈ પટેલ,આચાર્યા બીન્ની મેડમ સહિત શિક્ષકો,વિદ્યાર્થીઓ દ્વારા ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. ભગવાન 'કૃષ્ણ' અને 'રાધાજી' બનીને આવેલા નાના નાના ભૂલકાઓએ માહોલ કૃષ્ણમયી બનાવ્યો હતો.બાળકો દ્વારા કૃષ્ણ ગીતો અને નૃત્યની સુંદર રજૂઆત થઈ હતી.નર્સરી થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ મટકી ફોડી ખૂબજ આનંદિત માહોલમાં ઉજવણી કરી અને અંતે ગરબામા બાળકો મનમૂકી ઘૂમ્યા હતા.