આર્યમ એજ્યુકેશનલ એકેડેમીમાં 75 માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કીમના શ્રીરામ-કૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્રના મુખ્ય ટ્રસ્ટીશ્રી નાગરભાઈ લાડ સાહેબના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.શાળાના બાળકોએ સુંદર દેશભક્તિ ગીત સાથેનો રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો.મહેમાનશ્રી નાગરભાઈ લાડ સાહેબે સંસ્થાના ટ્રસ્ટી શ્રી પરેશભાઈ પટેલના પરિવારના વડીલોને યાદ કરી સમાજ અને વિસ્તારમાં કરેલ કાર્યોને બિરદાવ્યા હતા.બાળકો તેમજ જીવન ઉપયોગી વિષયને આવરી લઈ મનનીય ઉદબોધન કર્યું હતું.પોતાના તરફથી દેશના 75 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આર્યમ શાળાને 7500(સાત હજાર પાંચસો) રૂપિયાનું દાન અર્પણ કર્યું હતું. ત્યારે સામે આર્યમ શાળાએ પણ દર મહિને 750(સાતસો પચાસ)રૂપિયાનું દાન કાયમી ધોરણે કીમ સેવા કેન્દ્રને અર્પણ થતું રહેશે તેવી જાહેરાતને ઉપસ્થિત સહુ કોઈએ વધાવી લીધી હતી.સેવા કેન્દ્રના સાથી ટ્રસ્ટી ધર્મેશભાઈ મકવાણા,દિનેશભાઇ પટેલ, આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ,કેમ્પસ ડિરેકટર જીતેનભાઈ અગ્રાવત, જ્યોતિબેન સોની સહિત સમગ્ર આર્યમ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.