દરેક વિદ્યાર્થીનું સફળ કારકિર્દી (ડૉક્ટર, એન્જીનીયર, C.A., C.S., M.B.A...) માટે સ્વપ્ન હોય છે. જેને પૂર્ણ કરવા દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ પ્રયત્ન કરતા હોય છે. પરંતુ યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ ન મળવાને કારણે તેઓ સફળ થવા માટેની ક્ષમતા કે યોગ્યતા ધરાવતા હોવા છતાં નિષ્ફળ નીવડે છે.
'पंखो से कुछ नहीं होता, होंसला से उड़ान होती है |'
આ બાબતને ધ્યાનમાં રાખી વર્ષોના અનુભવના આધારે આર્યમ્ એજ્યુકેશનલ એકેડેમી વૈજ્ઞાનિક શિક્ષણ પધ્ધતિ દ્વારા શિક્ષણ અંગેની નાની – મોટી મુશ્કેલી દૂર કરી આવનાર સમયને પારખી વિદ્યાર્થી ભવિષ્યના પડકારો સામે કેવી રીતે ઉભો રહી શકે તે માટેનો આત્મવિશ્વાસ કેળવે છે. આ શિક્ષણ પધ્ધતિના કારણે સામાન્ય વિદ્યાર્થીની વિચારધારા, સમજણ શક્તિ, નિયમિતતા, વિષય તરફ જોવાની અલગ દ્રષ્ટિ કેળવાય છે. ગાડરિયા પ્રવાહની જેમ દોડતા વિદ્યાર્થીઓની ભીડમાંથી અલગ તરી પોતાની એક આગવી પગદંડી બનાવે છે. મનમાં ક્યાય દ્વિધા ન હોવાથી નિર્ભય બની, આગળ વધી લક્ષ્ય સુધી પહોંચે છે.
સંચાલકશ્રી - નિતીનભાઈ પટેલ