આર્યમ એજ્યુકેશનલ એકેડેમીના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ 6 થી ધોરણ 9 સુધીના વિદ્યાર્થીઓએ બોલાવ ખાતે આવેલ 'શાંતાજી' ખાખરા ફેક્ટરીની મુલાકાત લીધી હતી.અહીંથી 16 દેશોમાં જતા 12 પ્રકારના વિવિધ ખાખરાનો લોટ તૈયાર થવા સાથે બનાવવાની રીત,પેકીંગ સહિત અહીંજ બનતા ખાખરા મશીન અંગે વિદ્યાર્થીઓએ જાણકારી મેળવી હતી.ફેકટરી માલિક હિરેનભાઈ ખાખરવાળા તેમજ શાળા આચાર્યા બીન્ની મેડમ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.