આર્યમ એજ્યુકેશનલ એકેડેમી,બોલાવ
પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે ને પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે બાળકોમાં શિવજી પ્રત્યે આસ્થા વધે, બાળકને ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે અને આ દ્વારા ભારતીય આધ્યાત્મ સદાય ઉન્નત રહે એ માટે બાળપણથી જ આ બાબતે બીજ રોપવામાં આવે એ જરૂરી છે ત્યારે શાળાના નર્સરી થી ધોરણ 5 સુધીના બાળકોને બોલાવ ગામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરે દર્શનાર્થે લઈ જવામાં આવ્યા હતા.ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તમામ 250 થી વધુ બાળકોએ બીલીપત્ર અને ફૂલ શિવજીને અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી. શિક્ષિકા બહેનોએ શિવજીના ભજન અને ધૂન ગવડાવતા મંદિર પરિસર શિવમય બન્યું હતું. નાનકડા બાળકોને શિવજીને ફૂલ અને બીલીપત્ર ચઢાવતા તેમજ નાનકડા બે હાથોથી પ્રણામ કરતા જોવા એ પણ એક લ્હાવો છે...નીલકંઠ મહાદેવ કી જય...