આર્યમ એજ્યુકેશનલ એકેડેમીના અંગેજી અને ગુજરાતી માધ્યમના નર્સરી થી ધોરણ 5 સુધીના 300 જેટલા બાળકોએ ખંધુપોર (ઉંભેળ) ઉદ્યાનનો પ્રવાસ કર્યો હતો.ત્યાં આવેલ શ્રી સત્યગોચર હનુમાનજી મંદિરે દર્શન કરી વિશાળ ઉદ્યાનમાં બાળકોએ ખૂબ મોજ મસ્તી કરી હતી.ઉંભેળના સરપંચ દર્શનભાઈ પટેલ,ઉદ્યાનના પ્રમુખ પિયુષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.